રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીના કેમ્પ પાંચ વર્ષ બાદ શિક્ષકોની નિમણૂક થઈ ગ્રાન્ટેડ શાળામાં ૧૬૬ શિક્ષકોની નિયુક્તિ
રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીના કેમ્પ
પાંચ વર્ષ બાદ શિક્ષકોની નિમણૂક થઈ ગ્રાન્ટેડ શાળામાં ૧૬૬ શિક્ષકોની નિયુક્તિ
29-07-2025
રાજકોટ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની પાંચ વર્ષ બાદ આજરોજ નવી | નિમણૂંકો કરવામાં આવી હતી. રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા સ્થળોએ આયોજિત કેમ્પમાં પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગાર રૂા.૨૯,૬૦૦માં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ ૧૬૬ ઉમેદવારોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. જેઓ આવતીકાલ તા. ૨૯ જુલાઇથી શિક્ષક તરીકેની કામગીરીમાં શ્રી ગણેશ કરશે.
રાજકોટ જિલ્લામાં શિક્ષણ સહાયકને પાંચ વર્ષ સુધી મહિને રૂા.૨૯૬૦૦ ચૂકવાશે, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં હવે તમામ ખાલી જગ્યાઓ ભરાઇ ગઇ.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યા મોટા પ્રમાણમાં રહી હોવાને લીધે લાંબા સમયથી નવી નિમણૂકો કરવાની ડીમાન્ડ શિક્ષક સંઘના હોદેદારો દ્વારા કરવામાં આવતી હતી. દરમિયાન તાજેતરમાં રાજ્યનાં માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગત સપ્તાહમાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની નિમણૂક કરવામાં આવ્યા પછી હવે ગ્રાન્ટેડ શાળાઓમાં મેરીટ મુજબ શિક્ષણ સહાયકની નિયુક્તિ કરવા માટે આજરોજ અહીંની વિરાણી | હાઇસ્કૂલમાં કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં મેરીટ ક્રમ મુજબ શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ ફિક્સ પગારમાં શિક્ષણ સહાયક તરીકેનાં ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં હવે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની તમામ જગ્યાઓ ભરાઇ ગઇ હોવાનું શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો